તારક મહેતા સીરીયલમાં ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે હંમેશા માટે સીરીયલને અલવિદા કહી દીધું, નવા ગોલીની થઈ સિરિયલમાં ધમાકેદાર એન્ટ્રી જુઓ ખાસ તસવીરો

ટીવી સીરીયલ ની દુનિયામાં સૌના માટે લોકપ્રિય બનેલો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી ઘણા ખરા પાત્રો સીરીયલ માંથી વિદાય લઈ રહ્યા છે જેમાં રોશન દયાભાભી તારક જેવા અનેક પાત્ર એ શો ને અલવિદા કહી દીધી છે જેને કારણે તારક મહેતા સીરીયલ ના ચાહકોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. એવામાં થોડા સમય પહેલા જ ગોલીનું પાત્ર ભજવનાર કુશ શાહે 16 વર્ષ તારક મહેતા સીરીયલ માં ખૂબ જ સુંદર રીતે અભિનય કરી આ સીરીયલ ને અલવિદા કહી દીધું હતું અને ત્યારબાદ નવા ગોલીની એન્ટ્રી સિરિયલમાં જોવા મળી હતી.

આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ કુશ શાહના ચાહકોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે ગોલીનું પાત્ર છેલ્લા 16 વર્ષથી સીરીયલમાં દરેક લોકોને મનોરંજન કરાવી રહ્યું છે આ સાથે જ તેનો અભિનય પણ લોકોને ખૂબ જ પસંદ આવતો હતો આ કારણથી જ તારક મહેતા સીરીયલ એ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા હતા પરંતુ હાલમાં તો ગોલીની વિદાયને કારણે તમામ લોકો ખૂબ જ નારાજ થયા હતા.

આ સીરીયલ ના અભિનેતા અભિનેત્રી દિગ્દર્શક તથા ડાયરેક્ટરે કુશ શાહને ખૂબ જ શાનદાર રીતે વિદાય આપી હતી. તમામ સીરીયલ ના કલાકારોએ કેક કાપી વિદાય દિવસની ઉજવણી કરી હતી તથા કુશ એ પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે હું ખૂબ જ નાનો હતો ત્યારે આ સીરીયલ સાથે જોડાયો હતો.તમે અને હું આ સિરિયલમાં પહેલીવાર મળ્યા હતા ત્યારે મારી ઉંમર ઘણી નાની હતી. સીરીયલ ની શરૂઆતથી જ છેલ્લા 16 વર્ષથી આપે મને ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર આપ્યો છે. મેં આ સીરીયલમાં ઘણી યાદો બનાવી છે. મેં મારા બાળપણનો દરેક સમય અહીં વિતાવ્યો છે. મારા આ સીરીયલ ના પ્રવાસ માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ડાયરેક્ટર આશિત મોદીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

આશિત મોદીએ મારા પર ખૂબ જ વિશ્વાસ કર્યો હતો. મારા પાત્રને ધાર્યા કરતા પણ વધારે લોકોની સમક્ષ રસપ્રદ બનાવ્યું.મને હંમેશા તેમના થકી જ જીવનમાં આગળ વધવાની સતત પ્રેરણા મળે આ કારણથી જ હું આજે કુશ માંથી લોકોની વચ્ચે ગોલી બની ગયો છું. આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ગોલીને ચાહકોએ પણ કોમેન્ટ ના માધ્યમથી ખૂબ જ ભાવુકતા સાથે વિદાય આપી હતી. આ સાથે જ ઘણા ચાહકોએ કહ્યું હતું કે તારક મહેતા સીરીયલ માં આજ પછી કુશ જેવું પાત્ર બીજું કોઈ નહિ નિભાવી શકે. દરેક લોકોના દિલમાં ગોલીએ છેલ્લા 16 વર્ષથી એક અલગ જ જગ્યા બનાવી લીધી છે આ કારણથી જ અમે તેના અભિનયને ક્યારેય ભૂલી શકીશું નહીં.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *