200 આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, 10 એનએસજી કમાન્ડો, 300 વધારે પોલીસ અધિકારી અંબાણી પરિવારના લગ્નમાં આવેલા મહેમાનોની કરશે સુરક્ષા 2500 થી વધારે પકવાન અને… જુઓ અન્ય શું છે ખાસ

ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના લગ્ન 12 જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે થવા જઈ રહ્યા છે આ ખાસ લગ્ન પ્રસંગ માટે સમગ્ર અંબાણી પરિવાર ખૂબ જ લાંબા સમયથી તૈયારી કરી રહ્યો છે અને આ તમામ લગ્નના પણ ત્રણ જુલાઈના રોજ શરૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ આ લગ્ન પ્રસંગ પહેલા દેશ વિદેશના તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આપણે સૌ લોકો જાણીએ છીએ કે અંબાણી પરિવાર પોતાના મહેમાનનું સ્વાગત ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે કરતા હોય છે આ સાથે તેમની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવે છે જેથી કરી કોઈ પણ મહેમાનને અગવડતા કે અવ્યવસ્થા ના સર્જાય માત્ર એટલું જ નહીં પરંતુ પોતાના પ્રસંગના અંતે કરોડોની ભેટ પણ અર્પણ કરવામાં આવે છે.

આ વખતે પણ અનંત અંબાણીના લગ્ન માટે મહેમાનોને લઈ ખાસ સમાચાર સામે આવ્યા છે. આજે આપને જણાવીશું કે અનંત અંબાણીના લગ્ન માટે અંબાણી પરિવાર એ શું વ્યવસ્થા કરી છે. આપને જણાવી દઈએ કે અંબાણી પરિવારના ઘર આંગણે એન્ટિલિયા ની આસપાસ ટ્રાફિક સુરક્ષા પર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે અને ત્રણથી ચાર દિવસ પૂરતા કોઈપણ વધારે વાહન આ રસ્તા પર ચાલી નહીં શકે માત્ર અંબાણી પરિવારના મહેમાનોને જ પ્રવેશ આપવામાં આવશે જેથી મુંબઈની ટ્રાફિક પોલીસ પણ સજાગ થઈ ગઈ છે. અંબાણી પરિવારના તમામ સભ્યો સહિત આમંત્રિત મહેમાનો માટે ઝેડ પ્લસ સિક્યુરિટી ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આઈ એસ ઓ એસ સિસ્ટમનો ઉપયોગ કરી લગ્નની તમામ ગતિ વિધિ ઉપર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે જેથી કરી કોઈ પણ ઘટના ના સર્જાઈ શકે.

હવે આ સુરક્ષા વ્યવસ્થા કેવી રીતે કાર્ય કરશે તેના પર થોડી નજર કરીએ તો 60 લોકોની સુરક્ષા ટીમમાં 10 nsg કમાન્ડો અને તેમની સાથે પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે. 200 આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ અલગ અલગ જગ્યાએ ગોઠવવામાં આવશે. આ સાથે 300 સુરક્ષા કર્મીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે ટ્રાફિક પોલીસ અને અન્ય સુરક્ષા અધિકારીઓની ટીમ તેનાત કરી દેવામાં આવી છે. આટલી કડક સુરક્ષા વચ્ચે કોઈ અજાણ્યો વ્યક્તિ નજર પણ ફેરવી નહીં શકે તેટલી સજ્જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કારણકે અંબાણી પરિવારનો દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સમાવેશ થાય છે. આ કારણથી જ તેમના લગ્ન પ્રસંગ ના કાર્યક્રમમાં ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા હોવી જરૂરી છે.

આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત થનારા મહેમાનો માટે ખાસ ભેટ તૈયાર કરવામાં આવી છે જેમાં તમામ લોકોને કરોડોની કિંમતની ઘડિયાળ ગિફ્ટ કરવામાં આવશે. આ સાથે કાશ્મીર, રાજકોટ અને બિહારના મહેમાનો માટે ખાસ સોના ચાંદીથી બનાવેલા દુપટ્ટા અને બાંધણીની સાડીની ભેટ આપવામાં આવશે. આ તમામ સાડી અને દુપટ્ટા નો ઓર્ડર વિમલ મજેઠીયાને ચાર મહિના પહેલા જ આપી દેવામાં આવ્યો હતો. આ કોઈ પ્રથમ વાર નહીં પરંતુ અનંત અંબાણીના પહેલા બે પ્રિવેડિંગ ફંક્શન માં પણ તમામ આમંત્રિત મહેમાનો માટે લાખો કરોડોની કિંમતની ગિફ્ટ આપી હતી.

આ પ્રસંગના ભોજન ની વાત કરીએ તો 2500 થી વધારે વાનગીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લગ્ન પ્રસંગમાં ભોજન માટે ૧૦ થી વધારે આંતરરાષ્ટ્રીય કુક રસોઈ બનાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. વિદેશની એક કુકિંગ કંપની નારિયેળ માંથી ૧૦૦ વધારે વાનગી બનાવશે. માત્ર એટલું જ નહીં પરંતુ દરેક રાજ્યની અલગ અલગ વાનગીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જેમાં દેશ વિદેશના તમામ પ્રખ્યાત ભોજન પણ આ લગ્ન પ્રસંગમાં મહેમાનોને પીરસવામાં આવશે. સ્વાગત માટે અનેક મુખવાસ પણ રાખવામાં આવ્યા છે જે તમને લગ્ન સ્થળે પ્રવેશ કરતાની સાથે જ જોવા મળશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *