60 હજારના નફાથી 600 કરોડની કંપની સુરતના યુવાને ઉભી કરી, આજે વિદેશમાં પણ વગાડે છે ડંકો આવી સંઘર્ષ ની કહાની તમે આજ સુધી નહીં સાંભળી હોય

આજના ટેકનોલોજીના યુગમાં ડિગ્રી માત્ર પોતાના ભણતરનું ઉદાહરણ છે પરંતુ ડિગ્રી પોતાની કળા આવડત નક્કી કરી શકતી નથી. આજના સમયમાં અનેક અભણ વ્યક્તિઓ પણ પોતાની કળા અને આવડતથી સફળતાના શિખરો પ્રાપ્ત કરતા હોય છે આવા અનેક ઉદાહરણ આપણે અવારનવાર સાંભળ્યા છે અથવા આપણે નજરે જોયા હશે. આજે એક એવા જ યુવાનની વાત કરવા જઈ રહ્યા છીએ જે ભણવામાં ખૂબ નબળો હતો પરંતુ તેને પોતાની કળા અને આવડતથી એક કંપનીની સ્થાપના કરી અને આજે તે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યો છે. આજે તેની પાસે ભણેલા કરતાં પણ વધારે સંપત્તિ અને સફળતા છે.

આ યુવાન ગુજરાતના સુરત શહેર માં રહે છે કે જેનું નામ સતિષ હીરપરા છે. એને 27 વર્ષની ઉંમરમાં અનેક સફળતા પોતાના જીવનમાં પ્રાપ્ત કરી છે. તેમણે શરૂ કરેલી કંપની આજે 127 દેશોમાં કાર્યરત છે. પરંતુ તેને આટલી નાની ઉંમરમાં સફળતા કેવી રીતે મળી તે વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ..

મૂળ અમરેલી ગામનો વતની અને હાલમાં સુરત ખાતે વસવાટ કરતો સતીશ ભણવામાં ખૂબ જ નબળો હતો પરંતુ તેને ધંધામાં બાળપણથી જ ખૂબ રસ હતો છતાં પણ તેણે સિવિલ એન્જિનિયરિંગ કર્યું પણ આ ક્ષેત્રે તેને વધારે સફળતા મળી ન હતી. તેથી જ તેને ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરવાનું શરૂ કર્યું. પ્રયાસમાં જ તેને આ ધંધામાં 60000 કરતાં વધારે નો નફો થયો. આ બાદ તેણે સતત સંઘર્ષો અને પ્રયાસો દ્વારા પોતાના પ્રયત્નો શરૂ રાખ્યા. તમામ પ્રયાસોથી આજે તેની કંપની ઇગલ ઇન્ટરનેશનલ એક્સપોર્ટ અનેક દેશોમાં કાર્યરત છે.

60000 ના નફાથી શરૂ થયેલી આ કંપની આજે 600 કરોડની કંપની બની ગઈ છે. આ યુવાનનો ધંધો આજના સમયમાં અનેક દેશોમાં જોવા મળે છે. આજે તે અનેક યુવાનોને સાહસથી અને ક ળા આવડતથી રોજગારી પૂરી પાડે છે. સતીશ હિરપરા આજે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે. આજે તે અનેક યુવાનોને ધંધા પ્રત્યે પ્રેરિત કરી તેમને આગળ વધારે છે આ જ કારણથી ધંધા ક્ષેત્રે સતીશ હિરપરા દરેક લોકોના લોકપ્રિય બની ગયા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *