તાકાત હોય તો આવી!! 340 કિલોના વજન સાથે આ વ્યક્તિએ પર્વત ચડી લોકો ને ચોંકાવી દીધા, વાયરલ વીડિયો જોઈ તમે પણ વિચારમાં પડી જશો

આજના તમામ યુવાનોને ઝડપથી તાકાતવર બનવું હોય છે તેથી જ ઘણા યુવાનો જીમમાં સતત મહેનત કરી પોતાની બોડીને નવો આકાર આપતા હોય છે. પરંતુ શહેરના યુવાનો સામે ગામડામાં રહેતા વ્યક્તિઓની તાકાત ઘણી બમણી હોય છે તે આપણે ઘણીવાર જોયું હશે. ગામડાના લોકો ખેતીમાં મહેનત કરી જીમ કરતાં પણ વધારે સારું શરીર બનાવતા હોય છે.આ જ વાતને સાકાર કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો વ્યક્તિની તાકાતના મન ભરીને વખાણ કર્યા હતા.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક વ્યક્તિ 340 કિલોનો ટ્રાન્સફોર્મર લઈને સડસડાટ પહાડ ચડે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ અનેક લોકોએ પોતાના મંતવ્ય દર્શાવ્યા હતા. ઘણા લોકોએ કહ્યું હતું કે 340 kg વજન ઊંચકી પર્વત પર ચડવું ઘણું મુશ્કેલ છે પરંતુ આ વ્યક્તિએ સરળ કરી બતાવ્યું છે. ઘણા લોકો આ ટ્રાન્સફોર્મર નું વજન જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ વ્યક્તિ નો વિડીયો જોતા તમે પણ થોડીવાર માટે વિચારમાં પડી જશો કે આટલું વજન ઊંચકી આટલી ઝડપથી પર્વત પર ચડવું ખરેખર ખૂબ મુશ્કેલ છે આપણે ઘણીવાર કોઈ પણ જાતના વજન વગર પણ પર્વત પર ચડવું ઘણું મુશ્કેલ લાગે છે જ્યારે આ વ્યક્તિ 340 કિલોના વજન સાથે પર્વત પર ચડી રહ્યો છે.

ઘણા લોકોએ તેની તાકાતના પણ વખાણ કર્યા હતા. આ વીડિયોની ક્લિપ માં લખ્યું છે કે આ વ્યક્તિ 340 કિલો નું વજન લઈ પર્વત પર ચડી રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળેલ વ્યક્તિ અને સ્થળ હજી સુધી જાણવા મળ્યું નથી પરંતુ લોકોએ આ વ્યક્તિના ખૂબ વખાણ કર્યા હતા. વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ ક્લિપ કોઈ પર્વત વિસ્તારને છે જેમાં આ વ્યક્તિ પર્વત પર ચડી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ વીડિયોમાં કાશ્મીરી ભાષા સંભળાઈ રહી છે જેથી લોકોએ કહ્યું હતું કે આ વિડીયો કશ્મીરના આસપાસના વિસ્તારોનો હશે.

લોકોએ આ જોયા બાદ વજન પર પણ અનેક સવાલ ઉઠાવ્યા હતા. ઘણા વ્યક્તિ કહી રહ્યા હતા કે આટલો વજન કોઈ વ્યક્તિ ઉચકી પર્વત પર ન ચડી શકે તો ઘણા લોકોએ જીમ જનારા લોકો માટે શરમજનક ઘટના છે તેવું પણ કહ્યું હતું હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે જેમાં લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ કરી પોતાના અલગ અલગ મંતવ્યો આ વ્યક્તિ વિશે દર્શાવી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *