વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સર્જાઇ શકે છે પૂર જેવી સ્થિતિ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી ચોકાવનારી આગાહી, જાણો કયા વિસ્તારમાં પડશે ભારે થી અતિભારે વરસાદ
દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજા એ પોતાના રુદ્ર સ્વરૂપ સાથે વરસાદની શરૂઆત કરી હતી જેને કારણે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ભારે થી અતિ ભારે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સાથે જ ગુજરાતના નાના નાના ગામડાઓમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બનવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પોરબંદર દ્વારકા જુનાગઢ જેવા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. આ કારણથી જ આસપાસના વિસ્તારો માં ઘર પાણીની અંદર ગરકાવ થઈ ગયા હતા. આ સ્થિતિ સર્જાતા ની સાથે જ સુરક્ષા વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા.
ભારે થી અતિ ભારે વરસાદના કારણે જ હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની સાથે અનેક આગાહીઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસોમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ યથાવત રહેશે. વરસાદી વાતાવરણ વચ્ચે બંગાળની ખાડીમાં અનેક સિસ્ટમ સક્રિય જતા દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા ગામડાઓમાં ભારે વરસાદ સાથે વીજળીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જેને કારણે વાવાઝોડાની આગામી ત્રણ દિવસોમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ કારણથી જ દરિયા કિનારાના તમામ વિસ્તારોને ભારે એલેટ કરી દેવામાં આવ્યું હતું. 21 જુલાઈ 2024 ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વર્ષે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી હતી. આ પહેલા પણ રથયાત્રાના દિવસે વીજળીના ચમકારાને આધારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરી હતી જેને કારણે ગુજરાતના તમામ નાના-મોટા વિસ્તારમાં વરસાદી વાતાવરણ તથા વાવાઝોડા ના દ્રશ્યો જોવા મળ્યા હતા આબાદ હવે ફરીવાર આગામી ત્રણ દિવસ એટલે કે 20 21 22 અને 23 જુલાઈ દરમિયાન ફરીવાર મેઘરાજા પોતાનું અસલ સ્વરૂપ બતાવી શકે છે.
ઉત્તર ગુજરાત અને તેના નજીકના વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદ આવી શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં ભારે થી અતી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ આ તમામ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સવારથી જ જોવા મળી રહ્યું છે.