|

ભારતની વર્લ્ડ કપમાં જીતની સાથે જ 40,000 ft ની ઊંચાઈએ લોકોએ કરી શાનદાર ઉજવણી દેશની અલગ અલગ જગ્યાએ જોવા મળ્યો જીતનો જશ્ન જુઓ ખાસ તસવીરો

દેશ-વિદેશમાં ભારતની ટી 20 વર્લ્ડ કપ માં જીત સાથે તહેવાર કરતાં પણ વિશેષ ધામધૂમથી ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે ભારતના લોકો વિદેશમાં રહીને પણ ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ જ પ્રેમ કરે છે તેથી જ લાંબા વર્ષોની આતુરતાનો અંત આવ્યા બાદ ભારતના તમામ લોકોએ મન મૂકીને આ જીતનો ઉત્સવ મનાવ્યો હતો.

ભારતના લોકોએ માત્ર ગલી મહોલ્લામાં નહીં પરંતુ સમુદ્ર કિનારેથી 40,000 ft ની ઊંચાઈએ પણ જીતનો જશ્ન મનાવ્યો હતો. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતના લોકો હંમેશા પહેલેથી જ ઉત્સવ પ્રેમી રહ્યા છે ત્યારે ક્રિકેટ ક્ષેત્રે ભારત દેશમાં અનોખો જ માહોલ જોવા મળે છે તેથી જ આ જીતની ઉજવણી માત્ર જમીનમાં નહિ પરંતુ આકાશમાં 40,000 ft ની ઊંચાઈએ પણ જોવા મળી હતી.

આ મેચમાં ભારત સાઉથ આફ્રિકા સામે પોતાની છેલ્લી ઓવર સુધી હાર જીત તરફ જઈ રહ્યો હતો પરંતુ હાર્દિક પંડ્યા ની ધમાકેદાર બોલીંગ થી ભારતની ટીમ સાઉથ આફ્રિકા સામે t20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી હતી અને આ સાથે જ તમામ ભારતના ચાહકોની આતુરતાનો અંત આવ્યો હતો. આ જીત સાથે જ ભારતમાં થયેલી ઉજવણીની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં મુંબઈના એક વિસ્તારમાં તમામ લોકોએ ધામધૂમથી ફટાકડા ઢોલ નગારા શરણે વગાડી ટીમ ઈન્ડિયાની જીતની ખુશીને વધાવી હતી. માત્ર એટલું જ નહીં પરંતુ ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકોએ ભારત ભારતના નારા લગાવ્યા હતા અનેક લોકોએ તો ભારત માતાની જય જય કાર પણ કરી હતી.

અન્ય વીડિયોમાં ઘણા વ્યક્તિઓ મુંબઈ એરપોર્ટ પર ઉજવણી કરતા જોવા મળે છે. આ વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે ઢોલીઓ ઢોલ વગાડી રહ્યા છે અને વ્યક્તિઓ ભાંગડાના ચાલે જીતની ઉજવણીનો જશ્ન મનાવી રહ્યા છે. 20 વર્લ્ડ કપ 2024 માં ભારતની સાઉથ આફ્રિકાની સામે જીત સાથે જ તમામ લોકોને મુંબઈ એરપોર્ટ પર મીઠાઈ વહેંચવામાં આવી હતી. આ માહોલ માત્ર મુંબઈમાં નહીં પરંતુ દિલ્હીમાં પણ જોવા મળ્યો હતો જેમાં એક વ્યક્તિ દિલ્હી એરપોર્ટ પાસે ભારત દેશનો ધ્વજ લહેરાવતો જોવા મળે છે.

આપણે સૌ લોકો જાણીએ છીએ કે 2023 ઓડીઆઇ વર્લ્ડ કપમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો આ દિવસથી જ તમામ ભારતના ચાહકો ખૂબ જ નારાજ થયા હતા પરંતુ t20 વર્લ્ડ કપ 2024 માં સાઉથ આફ્રિકાની જીત સાથે જ તમામ ભારતના ચાહકોની નારાજગીનો અંત આવ્યો હતો અને લોકોએ ચારે તરફ ઉજવણી કરતા પણ વિશેષ માહોલનું સર્જન કર્યું હતું.

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતની ટીમ ખૂબ સારું પ્રદર્શન કરવામાં સફળ રહી હતી કેમકે t20 વર્લ્ડ કપમાં એક પણ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો ન હતો અને તમામ મેચ જીતી ભારત આખરે વિશ્વવિજેતા બનવામાં સફળ રહ્યું હતું આજે સાથે જ ભારત દેશે સમગ્ર વિશ્વમાં ધ્વજ લહેરાવી દીધો છે હાલમાં તો સોશિયલ મીડિયામાં અનેક જગ્યાએ ઉજવણીની તસવીરો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે જેમાં તમામ લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી ભારતની ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *