ઓક્સફર્ડ યુનિવર્સિટી માંથી અભ્યાસ છોડી સમગ્ર ભારતને ધર્મ તરફ આગળ વધારીએ એક એવા કૃષ્ણ ભક્તની વાત સાંભળીને તમારી આંખોમાંથી પણ આંસુ નીકળી જશે
સમગ્ર ભારતમાં ભગવાન શ્રીકૃષ્ણના અનેક મંદિરો આવેલા છે તેમાં પણ વૃંદાવન ની વાત કંઈક જુદી છે કારણ કે ભગવાન શ્રીકૃષ્ણના જીવનને લઈને અનેક વાર્તાઓ વૃંદાવન ધામ સાથે જોડાયેલી છે લોકો કહે છે જે એકવાર વૃંદાવન જાય છે. તેને ફરીવાર પાછો આવવાનું મન નથી થતું. કારણ કે વૃંદાવન દરેકના મનને મોહી લે છે ત્યારે વૃંદાવન ધામ સાથે જોડાયેલા એક મંદિરના સેવક શ્રી પુંડરીક ગોસ્વામી છે કે જેમણે ઓક્સફર્ડ યુનિવર્સિટી માંથી અભ્યાસ છોડી પોતાનું જીવન ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ તરફ વાળવાનું નક્કી કર્યું હતું. તેના થકી લાખો યુવાનો મનુષ્યની જીવન બદલાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેથી જ તેને ઓક્સફર્ડ યુનિવર્સિટી માંથી પોતાનો અભ્યાસ જોડી કથા વાર્તા કરવાનું શરૂ કર્યું હતું. આ નિર્ણય લોકોને ખૂબ જ ગમ્યો હતો અને આ સ્વામીના ખૂબ જ વખાણ કર્યા હતા.
કારણકે આવો ત્યાગ કરવો આજના સમયમાં ખૂબ જ કઠિન છે પરંતુ તે પુનરિક સ્વામીએ સત્ય કરી બતાવ્યું હતું . પુંડ્રિક ગોસ્વામી પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે કે પોતાનું જીવન કોઈક વ્યક્તિનું જીવન બદલવા માટે ઉપયોગમાં આવ્યો છે. તેથી જ તેઓ કહે છે કે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છું કે મારું આ જીવન લોકોના જીવન બદલવા માટે ઉપયોગી બન્યું છે ચેતન્ય મહાપ્રભુના શિષ્ય ગોપાલ ભટ્ટ ગોસ્વામીજીએ સૌપ્રથમ રાધા રમણ મંદિરની મૂર્તિ પ્રગટ કરી અને તેની સેવા કરી આજે તેમના વંશજોના રૂપમાં તેઓ ભગવાન રાધા રમણની પણ સેવા કરે છે તેઓ કહી રહ્યા છે કે આ ક્ષેત્ર સાથે મારો બહુ જૂનો સંબંધ છે. જેવી રીતે કૃષ્ણ ભક્તોને કથા વાર્તા સંભળાવતા હતા તેવી જ રીતે મને પણ આ જીવનમાં કથા વાર્તા લોકોને સંભળાવવાનું અવસર પ્રાપ્ત થયો છે.
હું મારા કૃષ્ણનો અર્જુન જ છું જેવી રીતે અર્જુનનો રદ ભગવાન શ્રીકૃષ્ણ ચલાવે છે. તેવી જ રીતે મારવા જીવન ભગવાન શ્રીકૃષ્ણ ચલાવે છે તેથી હું મારા જીવનમાં ભગવાન શ્રીકૃષ્ણનો હંમેશા આભારી રહીશ ઓક્સફર્ડ યુનિવર્સિટી માંથી પોતાનો અભ્યાસ છોડી તેને દિલ્હી યુનિવર્સિટીમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને પોતાના ભારતમાં જ રહીને પોતાની કથા વાર્તા સંભળાવી કેટલા યુવાનોનું જીવન બદલ્યું હતું. તેના ઘરે પહેલેથી જ ધાર્મિક સાંસારીક સંસ્કૃતિ વાળું વાતાવરણ બની હતું આ જ તમામ સંસ્કારો આ સ્વામીમાં પણ આવ્યા હતા. તેથી જ આ સંસ્કારો અને પોતાના જીવનમાં ઉતારી તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા. આજના સમયમાં તેનો પરિવાર વૃંદાવન અને વ્રજના આસપાસ વિસ્તારોમાં રહે છે અને ત્યાં લોકોને કથા વાર્તા સંભળાવે છે અને પોતાનું જીવન વિત આવે છે.
વિશ્વ વ્યાપી વાર્તા છેલ્લી પાંચ પેઢીઓથી શરૂ થઈ હતી. જ્યાં તેમના પૂર્વજોએ પણ લોકોને કથા વાર્તા સંભળાવી હતી . માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણે પોતાની ભાગવત સપ્તાહનો લાભ દરેક લોકોને આપ્યો હતો. તેથી જ આજે પુનરિક સ્વામી પણ પોતાની ભાગવત કથા સપ્તાહનો લાભ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આપે છે તેનું માનવું છે કે માત્ર ભારત દેશના જ વ્યક્તિઓ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વ્યક્તિઓ ધર્મ સંસ્કાર અને સંસ્કૃતિ અને માર્ગે વળે તેઓ પ્રયત્ન કરવો જોઈએ ગોસ્વામી આજે કૃષ્ણ ભક્તિને માત્ર દેશ લેવલે જ નહીં પરંતુ વિશ્વ લેવલે ડંકો વગાડી રહ્યા છે. તેઓએ અત્યાર સુધીમાં કેનેડા આફ્રિકા અમેરિકા ફ્રાંસ જર્મની ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પોતાની ભાગવત સપ્તાહનો ડંકો વગાડી દીધો છે અને દરેક લોકોને ધાર્મિક સંસ્કાર સંસ્કૃતિના માર્ગે આગળ વધાર્યા છે.
કુંડ્રિક ગોસ્વામી કહી રહ્યા છે કે જ્યારે તેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓને કથા વાર્તાથી દૂર રહેવું પડતું હતું અને તેનો અભ્યાસ પણ ખૂબ જ ઓછો થતો હતો તેથી જ તેણે યુનિવર્સિટીમાંથી અભ્યાસ છોડી દીધો હતો અને પોતાનો માર્ગ ધર્મ અને સંસ્કૃતિ તરફ આગળ વધાર્યો હતો. આજે પુનરિક ગોસ્વામીના શબ્દો સાંભળવા માટે માત્ર ભારત દેશની પરંતુ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણેથી લોકો તેની કથા કીર્તન અને વાર્તા સાંભળવા માટે આવે છે લોકો કહે છે કે પૌંડ્રિક સ્વામીની વાણી ખરેખર ખૂબ જ ધન્ય છે જો કોઈ તેને સાંભળી જાય તો તેના જીવનનો બેડો પાર થઈ જાય છે આપણો દેશ ખૂબ જ ભાગ્યશાળી છે કે આવા સાધુ-સંતો અને મહંતો આપણી ભારતની આ ધન્યધારાને મળ્યા છે તેથી દરેક લોકોને ભારતવાસી હોવાનું ગર્વ છે.