જુઓ દુનિયાનો સૌથી વિશાળ આઈસ્ક્રીમ કોન, દુકાન માંથી બહાર કાઢવા હેલિકોપ્ટરની લીધી મદદ ગ્રીનીસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
હાલ સમગ્ર ભારતમાં ગરમીનો માહોલ ચાલી રહ્યો છે. ઉનાળાની આ ઋતુમાં દરેક લોકો ઠંડુ ખાવાનું પસંદ કરતા હોય છે.તેમાં પણ આઈસક્રીમ બાળકોથી માંડી વૃદ્ધોને ખૂબ પસંદ હોય છે. પરંતુ શું તમે ક્યારે દુનિયાનો સૌથી મોટો આઈસ્ક્રીમ કોન જોયો છે કે જેની ઊંચાઈ 10 ફૂટ કરતા પણ વધારે હોય આજે આપણે એક એવા જ આઈસ્ક્રીમ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેની નોંધ ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કરવામાં આવી છે.
અત્યાર સુધી તમે માત્ર હાથમાં સમાઈ જાય તેવો આઈસ્ક્રીમ નો કોન જોયો હશે.પરંતુ આ દસ ફૂટ ની ઊંચાઈ ના કોન એ સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વિશાળ કોન ને 2015માં નોર્વેમાં હેનિગ-ઓલ્સન પરિવારની આઈસ્ક્રીમ કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કોન ની વિશેષતા એ હતી કે કોનનું વજન લગભગ એક ટન હતું અને તેની પાસે “1,080 લિટર” આઈસ્ક્રીમ રાખવાની ક્ષમતા હતી.
હાલમાં વાયરલ કરેલા વીડિયોમાં કોન બનાવવાની તમામ પ્રક્રિયા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. આ કોનમાં આઈસ્ક્રીમ ભરવા માટે ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી સાથે સાથે આ કોન ને ફેક્ટરી માંથી બહાર કાઢવા માટે કોઈ ટ્રક કે મોટા વાહનની પરંતુ હેલિકોપ્ટર ની મદદ લેવામાં આવી હતી. આ વીડિયોના કેપ્શન માં લખ્યું છે કે આ કોન ની ઊંચાઈ 10 ફૂટ કરતા વધારે છે.
ગ્રીનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કોન નું નામ આવતાની સાથે જ કંપનીએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ સાથે સાથે તેમના કારીગરોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ખુશી વ્યક્ત કરતા લખ્યું હતું કે નૉર્વેમાં ક્રિસ્ટિયનસૅન્ડ આઈસ્ક્રીમ પ્રેમીઓથી ભરપૂર હતું અને અમે તેમને હજારો આઈસ્ક્રીમ સર્વિંગ પીરસ્યા.
વાતાવરણ અદ્ભુત હતું અને આટલી મોટી આઈસ્ક્રીમ ક્ષણ હાજર દરેક સાથે શેર કરી શકી તે ખૂબ જ સરસ હતું.” હાલમાં તો આ આઈસ્ક્રીમના કોન ની ચર્ચા ચારે તરફ થઈ રહી છે સાથે સાથે તમામ લોકોએ કંપનીને શુભકામનાઓ પણ પાઠવી હતી ઉનાળાના આ માહોલ વચ્ચે કોન પણ સુપરહિટ બની ગયો હતો સાથે સાથે અનેક લોકોએ રમુજી કોમેન્ટ કરતા લખ્યું હતું કે અમારે પણ આ કોન નો સ્વાદ જરૂરથી ટેસ્ટ કરવો પડશે.
12:5