વાહ શેઠ તો આને કહેવાય ! આ કંપનીના માલિકે પોતાના કર્મચારીઓને ભેટમાં આપી કરોડો રૂપિયાની BMW કાર – જાણો કોણ છે આ કંપનીના માલિક…
મિત્રો દરેક કંપનીના માલિક તેમના કર્મચારીઓને નાની નાની ભેટ આપે છે. સુરતના સવજીભાઈ ધોળકિયાએ થોડા સમય પહેલા તેમના કર્મચારીઓને BMW કાર ભેટમાં આપી હતી. જે બાદ બીજી કંપનીએ પણ પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી છે.
દરેક કર્મચારી પોતાની કંપનીમાં સખત મહેનત કરે છે. ઘણીવાર એવું બને છે કે મહેનત કર્યા પછી પણ કોઈની મહેનતનું ફળ મળતું નથી. બીજી તરફ, કેટલીક કંપનીઓ કર્મચારીઓને તેમની પ્રામાણિકતા અને વર્ષોની મહેનત માટે ખૂબ જ મોંઘી ભેટ આપે છે.

હાલમાં, ચેન્નઈ સ્થિત એક કંપનીએ તેના કર્મચારીઓને સેંકડો મારુતિ કાર ભેટમાં આપી છે. ત્યારે બીજી IT કંપનીએ આશ્ચર્યજનક રીતે તેના કર્મચારીઓને લક્ઝરી કાર ભેટમાં આપી.
KISSFLOW નામની કંપનીએ પાંચ વરિષ્ઠ કર્મચારીઓને BMW 5 લક્ઝરી કાર સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આપી છે. મિત્રો, અમે તમને જણાવીએ કે આ દરેક કારની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ છે. કંપની દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે આ કાર તેના કર્મચારીઓને તેમની સતત મહેનત અને વફાદારીના પુરસ્કાર તરીકે ભેટમાં આપવામાં આવી છે.
કંપનીના કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે બોસે પહેલા કહ્યું હતું કે આ વર્ષ દરેક માટે ખૂબ જ ખાસ રહેશે પરંતુ કર્મચારીઓને લાગ્યું કે બોસ તેમના માટે ડિનર અથવા ભવ્ય ઉજવણીનું આયોજન કરશે. કર્મચારીઓને લાગ્યું કે તેમને અન્ય કંપનીઓની જેમ સોના અને ચાંદીના સિક્કા અથવા વાઉચર જેવી મોટી ભેટો આપવામાં આવશે.
પરંતુ સેલિબ્રેશન દરમિયાન જ્યારે કંપનીના માલિકે BMWની ચાવી આપી અને કહ્યું કે આ તેમના માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે ત્યારે કર્મચારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. મિત્રો BMW 5 સિરીઝ ખૂબ જ લક્ઝરી કાર છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે અને આ કારની પિક અપ ક્ષમતા પણ ઘણી વધારે છે.