| |

અંબાણી પરિવારના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલીવુડ સેલિબ્રિટીએ ચાર ચાંદ લગાવી દીધા, રણવીર સિંહ, અનન્યા પાંડેના લુકની તસવીરો આવી સામે

અંબાણી પરિવારના બીજા પ્રી વેડિંગ ફંક્શન ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે સાથે અનેક સેલિબ્રિટી ની આ પ્રિ વેડિંગ ફંક્શન માં જોરદાર એન્ટ્રી થઈ હતી. ફંકશનની પ્રથમ રાત્રી અને સેલિબ્રિટીએ પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી આ સાથે સાથે પ્રથમ રાત્રીનો નજારો પણ જોવા મળ્યો હતો.

અંબાણી પરિવાર એ ચાર દિવસના ફંકશનમાં અનેક અભિનેતા અને અભિનેત્રીઓ માટે કાર્યક્રમનો આયોજન કર્યું છે જેમાં ડીજે નાઇટ અને સ્ટેજ પર્ફોર્મન્સ નો પણ સમાવેશ થાય છે. પ્રથમ રાત્રીએ દક્ષિણ આફ્રિકાના સિંગરે સંગીતની ધૂમ મચાવી હતી. સાથે સાથે અનેક સેલિબ્રિટી નું ક્રૂઝ પાર્ટીમાં ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ ફંકશનમાં રણવીર સિંહની પણ અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી છે. રણવીર સિંહ એ આ ખાસ ફંકશન માટે સ્પાર્કલિંગ આઉટિંગ સાથે સફેદ પેન્ટ અને મેચિંગ જૂતા સાથે જોડાયેલ નેવી બ્લુ સાટીન શર્ટ પસંદ કર્યું. આ તમામ સેલિબ્રિટી માટે લંચ અને ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ફંકશનમાં અનન્યા પાંડે,સારા અલી ખાન, સચિન તેંડુલકર, એવા અનેક સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા આપ સૌ લોકો જાણો છો કે આ પહેલા પણ જામનગરના પ્રી વેડિંગ ફંક્શન માં બોલીવુડ અને હોલીવુડ સેલિબ્રિટીનો મેળવડો જોવા મળ્યો હતો ત્યારે હવે ફરીવાર આ પ્રિ વેડિંગ સેરેમની માં સેલિબ્રિટી એ હાજરી આપી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *