બાળકને વિદેશ મોકલતા થોડો વિચાર કરજો!! ભારતીય યુવકનું કેનેડામાં રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકે જોરદાર ટક્કર મારતા થયુ દર્દનાક મોત અકસ્માતના દ્રશ્યો તમે જોઈ નહીં શકો
હાલમાં અનેક ભારતીય યુવાનો વિદેશ તરફ જઈ રહ્યા છે. ઘણા લોકોનું સપનું વિદેશ અભ્યાસ કરી પોતાની કારકિર્દી બનાવવાનું હોય છે પરંતુ ઘણા લોકોને આ સપનું અધૂર જ મૂકવું પડે છે. હાલમાં વિદેશની ધરતીમાંથી અનેકવાર અકસ્માત આત્મહત્યા અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે જેને કારણે આવનારા સમયમાં જતા વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓ ભારે મુશ્કેલીના સમયમાં મુકાયા છે અને દરેક લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા છે.
હાલમાં જ બનેલી ઘટનામાં ભારતીય યુવકનું કેનેડામાં રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકે ટક્કર મારતા ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી. આખરે તે મોતને ભેટ્યો હતો. આ મૃત્યુના સમાચાર પરિવારને મળતાની સાથે જ તેની માથે આભ ફાટી પડ્યું હતું. પરિવારના જણાવ્યા અનુસાર યુવક નવ મહિના પહેલા જ કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો. તેના અભ્યાસ બાદ ઘણા ઊંચા સપના હતા પરંતુ તે તમામ સપના એક જ ઘડીમાં ધોવાઈ ગયા હતા.
મળતી માહિતી અનુસાર 11 એપ્રિલે સવારના સમયે રસ્તો ક્રોસ કરતી વખતે એક ટ્રકે જોરદાર ટક્કર મારતા યુવકને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ આસપાસના લોકો દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરોની લાંબી સારવાર બાદ તેને મૃત જાહેર કરાયો હતો. આ ગંભીર અકસ્માત બ્રેંટન માં આવેલા વિલિયમ પાર્કમાં થયો હતો.
હાલમાં તો કેનેડિયન પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘટના સમય એ આસપાસના લોકોની પણ પૂછપરછ કરી હતી. મીત તેના માતા પિતાનો એક જ દીકરો હોવાથી આ સમાચાર મળતા તેનું આધાર ચાલી ગયો હતો.
જોકે મિતના મૃતદેહ ને પાછો લાવવા માટે કેનેડિયન સરકારે 75000 આપવાની માંગ કરી છે આ સાથે જ ભારતમાં ગો ફંડ મી પર ફંડિંગ એકત્રિત કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.આ સાથે અત્યાર સુધી માં તમામ લોકો ના સાથ સહકાર થી 50000 ડોલર જેટલી રકમ એકત્ર થઈ ચૂકી છે. આ સાથે જ તમામ લોકો મીતના પરિવારજનોની મદદ કરવામાં આગળ આવ્યા છે.