મૂર્તિ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં થયું ભવ્ય શોભાયાત્રા નું આયોજન, તેમાં જોવા મળ્યા ભગવાન શ્રી રામ સીતા લક્ષ્મણ અને હનુમાન આવી શોભાયાત્રા – તમે પણ જય શ્રી રામ બોલી ઉઠશો
આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. લાંબા વર્ષો બાદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અયોધ્યાના નિજ મંદિરમાં બિરાજમાન થશે અને લાખો ભક્તોની મનોકામના પૂર્ણ કરશે. આ ઉત્સવ માટે ભારતવાસીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ભારત માટે ફક્ત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નહીં પરંતુ એક ઉત્સવની જેમ ઉજવાશે સમગ્ર ભારતવાસીઓ આ ઉત્સવ અને દિવાળીની જેમ જ ઉજવી રહ્યા છે ગલી ગલી મહોલ્લામાં ઠેર ઠેર તમામ લોકોએ ભગવો લહેરાવી દીધો છે જાણે એમ જ લાગે કે સમગ્ર ભારત ભગવામાં જ ડૂબી ગઈ હોય.
આ મંદિરમાં માત્ર ભારત દેશથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો હાજરી આપશે અને આ અનોખા ઉત્સવના સાક્ષી બનશે 22 જાન્યુઆરી 2024 ના રોજ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના હસ્તકે આ મંદિરનું તમામ વિધિમાં હાજરી આપશે કોઈપણ જાતની મહેમાનો તથા તે આવતા ભક્તોને અકવાર ના પડે તે માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેવી કે રહેવા જમવાની સુવિધા પણ ઉત્તમ રીતે કરવામાં આવી છે. 16 જાન્યુઆરીના રોજ આ મંદિરની વિધિઓ શરૂ કરી દેવામાં આવી છે. જે 22 જાન્યુઆરી 2024 ના રોજ પૂર્ણ કરવામાં આવશે 19 જાન્યુઆરી 2024 ના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિની પહેલી તસવીર લોકો સામે આવી આ તસ્વીર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. રામ મંદિર અયોધ્યા માટે તમામ ભારતવાસીઓએ પૂરતું યોગદાન સમર્પણ કર્યું છે.
જે યોગદાનની વર્ષો સુધી યાદ કરવામાં આવશે આ મંદિર બનાવવા પાછળ અનેક લોકોનો સંઘર્ષ તથા ત્યાગ રહેલો છે ત્યારે આજે આપણી નજરે અયોધ્યામાં આ મંદિર થતા જોઈ શકાય છે. થોડા સમય પહેલા જ અયોધ્યામાં ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માટે અનેક લોકો ભેગા થયા હતા અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં આટલી વધારે ઠંડી હોવા છતાં પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારબાદ ભગવાન શ્રીરામની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતું તથા તેની આરતી પણ ઉતારવામાં આવી હતી.
આ શોભાયાત્રામાં પ્રથમ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ ડીજે તથા ભગવા રંગના ધ્વજ પણ જોવા મળ્યા હતા. ચારે તરફ લોકોએ શોભાયાત્રામાં ભોગવો લહેરાવી દીધો હતો. આ શોભાયાત્રા ભગવા રંગને કારણે ખૂબ જ સુંદર લાગી રહી હતી આ શોભાયાત્રામાં લોકોએ જયશ્રીરામના નારા પણ લગાવ્યા હતા. તેની સાથે સાથે રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજી ના પોશાકમાં પણ લોકો આવ્યા હતા.
રામ સીતા અને લક્ષ્મણ તેની સાથે હનુમાનજી આ શોભાયાત્રામાં જોવા મળે છે. ભગવાન રામને આ શોભાયાત્રામાં લોકો મન મૂકીને નાચ્યા હતા. તેની સાથે સાથે આવનારી 22 જાન્યુઆરી 2024 માટે મૂર્તિ પ્રતિષ્ઠા નું આમંત્રણ લોકોએ આ શોભાયાત્રા દ્વારા ઘરે-ઘરે આપ્યો હતો ત્યારે આ શોભાયાત્રા મૂર્તિ પ્રતિષ્ઠા પહેલા જ એક ચર્ચાનો વિષય બની ગઈ હતી.
આ શોભાયાત્રા નો સંપૂર્ણ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં અનેક લોકોએ લાઈક કરી કોમેન્ટ કરી જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ વીડિયોને instagram એકાઉન્ટ અયોધ્યા વાલે નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો હતો. જે વિડિયો ખૂબ જ વાયરલ થયો હતો.