આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વપરાતા બેટ-બોલ ની કિંમત જાણી તમારા હોશ ઉડી જશ
આજે ક્રિકેટ પ્રેમીઓ માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે જે ક્રિકેટની દુનિયા સાથે હંમેશા જોડાયેલા રહે છે આ જ કારણ થી સમગ્ર વિશ્વમાં હાલમાં t20 વર્લ્ડ કપ નો શાનદાર માહોલ ચાલી રહ્યો છે જેમાં ભારતના લોકો માત્ર પોતાની ટીમની મેચ નહીં પરંતુ અન્ય ટીમ ની મેચ જોવાનું પણ ક્યારેય ભૂલતા નથી. આ કારણથી કહી શકાય કે ભારતના લોકો ક્રિકેટને ખૂબ જ પ્રેમ કરે છે પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ક્રિકેટના તમામ ખેલાડીઓ જે બેટ બોલથી રમે છે તેની કિંમત શું હશે? આ બાબતે ક્યારે આપણી નજર જતી નથી.અથવા તો આપણે ક્યારે વિચાર્યું ન હોય આજે આપણે એમના વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ.

ક્રિકેટમાં બેટને લઈ અનેક નિયમો રજૂ કરવામાં આવે છે જેમાં બેટનું કદ બેટની લંબાઈ વજન તમામ વસ્તુઓને લઈ નિયમો બનાવવામાં આવે છે. કોઈપણ બેટ ૩૮IN/૯૬.૫૨CM થી વધારે ન હોવું જોઈએ. આ બેટમાં બે ભાગનો સમાવેશ કરવામાં આવે છે.જેમાં એક હેન્ડલ અને એક બ્લેડ હોય છે. બ્લેડ ની પહોળાઈ ૪.૨૫IN/૧૦.૮ સેમી થી વધુ ન હોવી જોઈએ. માત્ર એટલું જ નહીં પરંતુ ધાર ઊંડાઈ જેવી તમામ નાની નાની વસ્તુઓનું પણ આ બેટમાં ધ્યાન રાખવામાં આવે છે.

આપણે બેટના ભાગો વિશે તો જાણી લીધું પરંતુ આ બેટ ની કિંમત કોઈ સામાન્ય નહીં પરંતુ ખૂબ જ વધારે હોય છે. બેટની તમામ કંપનીઓ ક્રિકેટના નિયમ પ્રમાણે બેટ બનાવે છે જેથી તેની કિંમત વધારે જોવા મળે છે. ક્રિકેટની તમામ મેચમાં મોટેભાગે ઇંગલિશ વિલો બેટ નો ઉપયોગ કરવામાં આવે છે. આ બેટ ની કિંમત 20 થી 30 હજાર સુધીની હોય છે. આ બેટ તમે ઓનલાઇન પણ મંગાવી શકો છો જેની કિંમત 27 થી 30 હજાર આસપાસ હોય છે. આપણને સૌ લોકોને આ બેટ અત્યાર સુધી ખૂબ જ સામાન્ય લાગતા હતા પરંતુ આ બેટ ની કિંમત જાણી તમને પણ થોડીવાર માટે નવાઈ લાગી હશે. આ સિવાય પણ અન્ય બેટ નો સમાવેશ થાય છે.
આપણે બેટ ની કિંમત વિશે તો જોઈ લીધું પરંતુ હવે આપણે થોડું ક્રિકેટના બોલ વિશે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વપરાતા બોલ ની કિંમત અંદાજિત 20,000 આસપાસ હોય છે આ બોલનું વજન પણ ક્રિકેટના નિયમ આધારિત રાખવામાં આવે છે. આ બોલ જોતા ની સાથે જ ખૂબ જ સામાન્ય અને હળવો લાગશે પરંતુ તેમને ખૂબ જ નજીકથી જોતા તે ખૂબ ભારે હોય છે. આ કારણેથી જ તમામ ખેલાડીઓ સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખે છે.