મજબૂરી તો જુઓ સાહેબ!! 45 વર્ષથી માથે તપેલું રાખી મહેનત કરે છે દાદા, હું ખૂબ ભૂખ્યો છું કહી રડી પડ્યા વાયરલ વિડિયો જોઈ તમે ભાવુક થઈ જશો
આ દુનિયામાં તમામ વ્યક્તિઓ અનેક સપનાઓ લઈ ફરતા હોય છે પરંતુ ઘણા લોકો આ દુનિયામાં બે ટાઈમ નું ભોજન પણ મેળવી શકતા નથી અથવા તેના શોખ સમગ્ર જિંદગી મહેનત કર્યા છતાં પણ પૂર્ણ થતા નથી. આવી અનેક વાત આપણે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઘણીવાર જોતા હોઈએ છીએ આવો જ એક વિડીયો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક વૃદ્ધ વ્યક્તિ ખૂબ રડી રહ્યા છે. આ બાદ વૃદ્ધ વ્યક્તિ કહી રહ્યા છે કે તેઓ છેલ્લા 45 વર્ષથી માથામાં તપેલું રાખી લાડુ વેચી રહ્યા છે. દાદા ના આ વિડીયો એ તમામ લોકોને ભાવુક કરી દીધા હતા. આ વિડીયો સેફ પથિક નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં વૃદ્ધ દાદા કહી રહ્યા છે કે છેલ્લા 45 વર્ષથી તપેલું માથે રાખ્યું છે અને 10ની બે લાડુ વેચી રહ્યો છું ત્યારબાદ દાદા રડવા લાગે છે.

આ હૃદય સ્પર્શી વીડિયો જોઈ તમામ લોકો પણ રડી પડ્યા હતા. આ બાદ એક વ્યક્તિ પૂછે છે કે તમે આટલી ઉંમરે કેમ કામ કરો છો ત્યારે તેણે કહ્યું કે તેઓ મહેનત કરી લાડુ વેચે છે ત્યારબાદ તેણે પેટ બતાવી કહ્યું કે હું ખૂબ જ ભૂખ્યો છું. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં અનેક લોકો ખૂબ લાયક અને કોમેન્ટ કરી પોતાના મંતવ્ય દર્શાવ્યા હતા તથા અનેક લોકોએ દાદા ની મદદ કરવા માટે પણ કહ્યું હતું.