રશિયાની ગોરી ગોરી ભૂરી સાથે હૈદરાબાદના યુવકને થયો પ્રેમ યુવતી શીખી રહી છે હિન્દી અને સંસ્કૃત ના પાઠો
હાલમાં ઘણા લોકો દેશ દેશની સરહદ ઓળંગીને પોતાના પ્રેમને પામવા માટે પહોંચતા હોય છે આવી અનેક ઘટનાઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે તેને કોઈ પણ જાતની સીમા જ્ઞાતિ ધર્મ નડતો નથી તે માત્ર નજરોના ખેલ સાથે રમી પ્રેમ કરતા હોય છે. આવી જ એક કહાની રશિયન યુવતી અને ભારતીય યુવક સાથે બની હતી.

રશિયાની આ યુવતી ભારતના યુવક સાથે પ્રેમ થઈ જતા તે યુવકને પામવા માટે ભારત આવી પહોંચી હતી. ઇન્દોરમાં રહેતો આ યુવક કે જેમનું નામ ઋષિ વર્મા છે તેમને અભ્યાસ કર્યા બાદ શેફ બનવાનું નક્કી કર્યું હતું. આ શેફ બનવાના સપનાને કારણે તે હૈદરાબાદ પહોંચ્યો હતો.

જ્યાંથી તેમને રશિયાના પ્રવાસે જવાનો મોકો મળ્યો હતો રશિયા પહોંચતા ની સાથે તેણે ફોટોગ્રાફી કરાવી હતી પરંતુ ફોટોગ્રાફી કરવા માટે તેમની પાસે ઊભેલી યુવતીને પોતાનો ફોન આપ્યો હતો અને કહ્યું હતું કે તમે અમારું ફોટો શૂટ કરો બસ ત્યાંથી જ આ યુવતી નું દિલ તે યુવક પર આવી ગયું હતું.

બંને એકબીજા સાથે લાંબા સમય સુધી વાતચીત કર્યા બાદ આ બંનેનો સંબંધ પ્રેમ સંબંધમાં પરિવર્તન પામ્યો હતો. થોડા સમય સુધી યુવતી અને યુવક બંને મિત્ર રહ્યા હતા પરંતુ બંનેના વિચારો મળતા બંને લોકોએ એકબીજા સાથે લગ્ન કરવાનું વિચાર્યું હતું જોકે યુવતીએ થોડા સમય સુધી યુવકને વાત કરી ન હતી. ત્યારબાદ બંને લોકો એકબીજા સાથે લાંબા સમય સુધી મળતા એકબીજાને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

બંને લોકોએ વિડીયો કોલ તથા ફોન પર વાંચી તો પણ કરી હતી પરંતુ કોરોના નો સમય હોવાને કારણે બંને લોકો લગ્ન કરી શક્યા ન હતા. લીના અને ઋષિ એકબીજા સાથે લાંબા સમય સુધી સંપર્કમાં રહ્યા હતા ત્યારબાદ તેમણે ડિસેમ્બર માં વિદેશથી સીધી ભારતના ઇન્દોર શહેરમાં આવી હતી અને બંને લોકોએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.

હાલમાં તો લીના સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઘડાઈ રહી છે તેમણે અનેક મંદિરો તથા તીર્થ સ્થાનોની મુલાકાત પણ લીધી હતી તથા હિન્દી અને સંસ્કૃત ભાષાના પાઠો પણ શીખ્યા હતા.
