એક યુવકે તેના મિત્રના લગ્નમાં એવી ભેટ આપી કે તે રાતો રાત અમીર બની ગયો, વાયરલ વિડીયો તમને વિચારવા પર મજબૂર કરી દેશે
સમગ્ર ભારત દેશમાં લગ્નની સિઝન ખૂબ જ ધામધૂમથી ચાલી રહી છે સાથે સાથે ભારતીય સંસ્કૃતિમાં લગ્નએ વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. પરંતુ લગ્નના માહોલ વચ્ચે ઘણી એવી ઘટના કે કિસ્સા બની જતા હોય છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનતા હોય છે. થોડા સમય પહેલા યોજાયેલા લગ્નમાં એક મિત્રએ તેના મિત્રના લગ્નમાં એવી ભેટ આપી કે તે જીવનભર નહીં ભૂલી શકાય. સોશિયલ મીડિયામાં થોડા સમયથી મિત્રને ભેટ આપતો વિડીયો ધૂમ મચાવી રહ્યો છે.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે પતિ અને પત્ની બંને સ્ટેજ પર બેઠા છે અને તેમના સગા સંબંધીઓ અને પરિવારજનો તેમને શુભેચ્છા પાઠવવા આવી રહ્યા છે.આ બાદ તેમનો મિત્ર શુભેચ્છા સાથે ભેટ આપવા આવે છે. પરંતુ આ ભેટ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. આ ઘટના અને વિડિયો સોશિયલ મીડિયામાં ચારેકોર ધૂમ મચાવી રહ્યો છે.
આ મિત્ર અચાનક તેના મિત્ર અને પત્નીની પાછળ આવી ઉભો રહી જાય છે અને ખિસ્સામાંથી રૂપિયાના બે સિક્કા કાઢી કેમેરામેન સામે હાથ ઊંચો કરે છે. પરંતુ આ વાત તેના મિત્ર અને પત્નીને ખબર હોતી નથી પરંતુ દરેક લોકો પોતાની સાથે જ ખડખડાટ હસી પડે છે. આ બાદ બંને લોકો પાછળ જોતા ખબર પડે છે કે તમામ લોકો શા માટે હસી રહ્યા છે. આવી ભેટ જોઈ લોકોને ખૂબ જ નવાઈ લાગી હતી ઘણા લોકોએ કહ્યું હતું કે આ કપલ ને તો હનીમૂનનું પેકેજ મળી ગયું તો ઘણા લોકોએ કહ્યું હતું કે આ પૈસા તેને જીવનભર નહીં ખૂટે.

આપણે ઘણી વાર જોયું હશે કે લોકો તેના મિત્રના લગ્ન નિમિત્તે મોંઘી ભેટ કાર અથવા અન્ય વસ્તુ આપે છે. પરંતુ આ મિત્રએ રૂપિયાના બે સિક્કા આપી લોકોને મનોરંજન કરાવ્યું હતું. આ લગ્ન દરેક લોકો માટે ખૂબ જ યાદગાર બન્યા હતા. બે રૂપિયાની ભેટ સામે મિત્રની લાગણી ખૂબ જ જોવા મળી હતી લોકોએ આ મિત્રતાના પણ ખૂબ જ વખાણ કર્યા હતા.