કાળઝાળ ગરમીમાં રસ્તા પર ચાલતા હાથી સાથે યુવકે ગાડીમાંથી બોટલ ઉતારી એવું કર્યું કે… જુઓ વાયરલ વિડિયો
હાલ સમગ્ર દેશભરમાં કાળજાળ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગરમી વચ્ચે વ્યક્તિને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ચૂક્યું છે તેવા સમયમાં વ્યક્તિઓ સાથે સાથે પ્રાણીઓને પણ કાળઝાળ ગરમીમાં અનેક મુશ્કેલીઓ પડતી હોય છે. આ સમયમાં વ્યક્તિ પોતાનો બચાવ ગરમીથી કરી શકે પરંતુ પ્રાણીઓને ગરમીથી બચવા માટે અનેક સંઘર્ષો કરવા પડે છે. આ સમયમાં પ્રાણીઓને ખોરાક તો દૂર પણ પાણી મળવું પણ મુશ્કેલ થતું હોય છે.

પ્રાણીઓના આ મુશ્કેલ સમયમાં આજે પણ જીવ દયા રાખનાર વ્યક્તિઓ હંમેશા ઉનાળાના માહોલ વચ્ચે મદદ કરી પશુ પ્રેમ વ્યક્ત કરતા હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં આપ જોઈ શકો છો કે ધમધખતા તડકામાં હાથી રસ્તા પર ચાલી રહ્યો છે. આ બાદ હાથી મંદિરના પરિસરમાં પાણી પી રહ્યો છે આ જોઈ ત્યાં ઉભેલો યુવક ગાડીમાંથી પાણીની બોટલ નીચે ઉતારી હાથીને પીવડાવે છે આ વિડીયો એ દરેક લોકોના દિલ જીતી લીધા હતા તથા લોકોએ કોમેન્ટ દ્વારા મન ભરીને વખાણ કર્યા હતા.

હાથી પણ પાણી પીને ખૂબ આનંદમાં જોવા મળ્યો હતો. આ વિડીયો જોતા ની સાથે જ ઘણા લોકોએ કહ્યું હતું કે આ ગોર કળિયુગમાં પણ માનવતા હજી જીવે છે તો ઘણા લોકોએ કહ્યું હતું કે આ હાથી ગણપતિ નું રૂપ લઇ આવ્યો હશે તો ઘણા લોકો આ યુવકની સેવાના વખાણ કરી રહ્યા છે. ખરેખર આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો જેમાં અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે.

આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિને મદદરૂપ થઈ શકતો નથી ત્યારે આવા સમયમાં આ યુવકે હાથીની સેવા કરી માનવતાનું ઉદાહરણ જીવંત કર્યું હતું. આવા સમયમાં તમામ પ્રાણીઓની મદદ કરવી જોઈએ જે એક પુણ્યનું કામ છે આ સેવા કરી યુવક પણ ઘણો ખુશ જોવા મળ્યો હતો. આસપાસના લોકોએ પણ આ દ્રશ્ય ખૂબ નજીકથી નિહાળી તેની પ્રશંસા કરી હતી. હાલમાં તો આ વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.